Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $76ની ઉપર, સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર

સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, COMEX પર સોનું 1918 ડૉલરના સ્તરની પાસે, ચાંદીમાં 23 ડૉલરની પાસે જોવા મળ્યો કારોબાર, US ફેડની મિનિટ્સ બાદ કિંમતોમાં ઉતાર-ચઢાવ.

MoneyControl Newsઅપડેટેડ Jul 06, 2023 પર 11:40 AM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $76ની ઉપર, સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબારકમોડિટી લાઈવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $76ની ઉપર, સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર
ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચ્યા, બ્રેન્ટમાં 76 ડૉલરની ઉપર નોંધાયો કારોબાર, સપ્લાય કાપ અને USમાં ઇન્વેન્ટરીઝ ઘટતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

US બોન્ડ યીલ્ડ અને ડૉલર ઇન્ડેક્સમાં વધારાના કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી, COMEX પર સોનું 1918 ડૉલરની પાસે રહ્યું, જ્યારે સ્થાનિક બજારમાં 58,450 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ચાંદીમાં પણ વોલેટાઈલ કારોબાર નોંધાયો, અહીં શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરની પાસે પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો યથાવત્ રહેતા દેખાઈ શકે છે.

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીના કારણે LME અને સ્થાનિક બન્ને બજારોમાં બેઝ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિતની મેટલ્સમાં ફરી લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે.

USમાં ઇન્વેન્ટરીઝ ઘટતા ક્રૂડની કિંમતોને સપોર્ટ મળ્યો, જેમાં બ્રેન્ટના ભાવ 76 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 71 ડૉલરના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. USમાં ઇન્વેન્ટરીઝ 4.38 મિલિયન બેરલ્સથી ઘટી જેની પોઝિટીવ અસર ક્રૂડ પર બનતી દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો