Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $89ની પાસે, બોન્ડ યીલ્ડ વધતા સોના-ચાંદી સુસ્ત

સોનામાં ફ્લેટ કામકાજ રહ્યું, comex પર ભાવ 1936 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, સ્થાનિક બજારમાં 59,380ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 05, 2023 પર 11:54 AM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $89ની પાસે, બોન્ડ યીલ્ડ વધતા સોના-ચાંદી સુસ્તકમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $89ની પાસે, બોન્ડ યીલ્ડ વધતા સોના-ચાંદી સુસ્ત
કમોડિટી લાઇવ: બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો, LME પર કોપર અને એલ્યુમિનિયમાં નરમાશ, જોકે ચાઈના તરફથી માગ વધવાની આશાએ નીચલા સ્તરેથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, બ્રેન્ટની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી તેમ છતા 88 ડૉલરની ઉપર કારોબાર. NYMEX ક્રૂડમાં પણ 85 ડૉલરની ઉપર કામકાજ રહ્યું.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ સાથે 221ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં ફ્લેટ કામકાજ રહ્યું, comex પર ભાવ 1936 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, સ્થાનિક બજારમાં 59,380ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. 19 અને 20 સપ્ટેમ્બરે US ફેડની બેઠક છે, તે પહેલા વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ શરૂઆતી કારોબારમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં 73,000 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો