Get App

કોમોડિટી લાઇવ: US ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં ઘટાડો, સોના-ચાંદીની ચમક યથાવત્

બેઝ મેટલ્સમાં આવી નરમાશ. LME પર કોપરની કિંમતોમાં રાતોરાત આવ્યું દબાણ. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર. બજારની નજર હવે અમેરિકા અને ચીનની દ્વિપક્ષીય બેઠક પર.

MoneyControl Newsઅપડેટેડ Nov 16, 2023 પર 12:56 PM
કોમોડિટી લાઇવ: US ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં ઘટાડો, સોના-ચાંદીની ચમક યથાવત્કોમોડિટી લાઇવ: US ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં ઘટાડો, સોના-ચાંદીની ચમક યથાવત્
રાતોરાત કિંમતો 1% વધતી જોવા મળી. અમેરિકા અને ચીનની દ્વિપક્ષીય બેઠક પર નજર રહેશે.

ક્રૂડની કિંમતોમાં 1 ટકાથી વધુનો ઘટાડો, અનુમાન કરતા US ઇન્વેન્ટરીમાં વધારાના કારણે કિંમતો ઘટી, બ્રેન્ટમાં નોંધાયો 81 ડૉલરની નીચે કારોબાર. US CPIમાં ઘટાડાના કારણે સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો, COMEX પર સોનું 1961 ડૉલરના સ્તરની પાસે, ચાંદીમાં પણ 23 ડૉલરની ઉપર કારોબાર, ત્યાંજ ઓક્ટોબરમાં જ્વેલરી એક્સપોર્ટમાં નોંધાયો ઘટાડો.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

કિંમતોમાં ઘટાડો આગળ વધ્યો. USમાં ક્રૂડ આઉટપુટ 13.2 mbpdના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. US ક્રૂડ ઇન્વેન્ટરી 3.6 મિલિયન બેરલથી વધીને 421.9 મિલિયન બેરલ થઈ. ઓક્ટોબરમાં ચાઈનાની ઓઈલ રિફાઈનરીનું આઉટપુટ ઘટ્યું. સતત ચોથા મહિના ચાઈનામાં નવા ઘરની કિંમતો ઘટી. તેલ બજારો અગાઉ માનવામાં આવતા હતા તેટલા ચુસ્ત નથી.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં આશરે 2 ટકાના ઘટાડા સાથે 264ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો