ગઈકાલના ઘટાડા બાદ આજે સોનામાં ફરી રિકવરી જોવા મળી, જ્યાં comex પર કિંમતો 2033ના સ્તરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં 62,251ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, પણ ઉલ્લેખનિય છે કે નવેમ્બર મહિનામાં RBIની ગોલ્ડ હોલ્ડિંગ્સ 3.1 ટનથી ઘટીને 803.6 ટન પર પહોંચતી દેખાઈ.

