Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની પાસે, સોના-ચાંદીની ચમક વધી

ક્રૂડમાં 2 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર, બ્રેન્ટ 80 ડૉલર પર પહોંચ્યું, સપ્લાય કાપ સામે માગ વધવાની આશાએ કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 12, 2023 પર 12:09 PM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની પાસે, સોના-ચાંદીની ચમક વધીકમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની પાસે, સોના-ચાંદીની ચમક વધી
આજે આવશે IIP અને CPIનાં આંકડા, જૂનમાં CPI 4.6% પર રહેવાનો અંદાજ, તો મે IIP 4.2%ની સામે વધીને 4.87% પર રહી શકે.

USનાં CPIનાં આંકડા પહેલા ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા ક્રૂડની કિંમતોમાં તેજી જવા મળી, જ્યાં બ્રેન્ટમાં 80 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો...સાથે જ સાઉદી અરબ અને રશિયા દ્વારા ઉત્પાદન કાપના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે...ઉલ્લેખનિય છે કે APIનાં આંકડા મુજબ USમાં ક્રૂડના સ્ટોકમાં અનપેક્ષિત 2 મિલિયન બેરલનો વધારો જોવા મળ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પા ટકાથી વધુની તેજી સાથે 225ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

US મોંઘવારી ઘટવાની આશાએ સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, અહીં COMEX પર ભાવ 1938 ડૉલરની ઉપર નીકળ્યા, તો સ્થાનિક બજારમાં 58,880 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની ઉપર પહોંચ્યા, સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો