Get App

કમોડિટી લાઈવ: 10 મહિનાની ઉંચાઈએ ક્રૂડ, સોના-ચાંદીની ચમક ઘટી

રાજ્યમાં ફરી આવશે વરસાદની ધમાકેદાર સવારી. અંબાલાલ પટેલે કહ્યું- 18 થી 22 સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદ પડશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 13, 2023 પર 11:53 AM
કમોડિટી લાઈવ: 10 મહિનાની ઉંચાઈએ ક્રૂડ, સોના-ચાંદીની ચમક ઘટીકમોડિટી લાઈવ: 10 મહિનાની ઉંચાઈએ ક્રૂડ, સોના-ચાંદીની ચમક ઘટી
સોના-ચાંદીની કિંમતો પર બન્યું દબાણ, COMEX પર સોનું 1909 ડૉલરના સ્તરની પાસે આવ્યું, ચાંદીમાં પણ 23 ડૉલરની નીચે નોંધાયો કારોબાર, હવે બજારની નજર US CPIનાં આંકડા પર છે.

US CPIનાં આંકડા પહેલા સોનામાં દબાણ જોવા મળ્યું, જ્યાં COMEX પર ભાવ 1909 ડૉલરની પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં 58,542ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ સોનાને પગલે નરમાશ રહી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પણ નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાનું દબાણ બની રહ્યું છે.

રાતોરાત ક્રૂડની કિંમતોમાં 2 ટકાનો ઉછાળો આવતા, બ્રેન્ટના ભાવ 92 ડૉલરની ઉપર પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ 89 ડૉલરની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે. જોકે સ્થાનિક બજારમાં નરમાશ રહી. ઉલ્લેખનિય છે કે OPECએ આવતા વર્ષે ક્રૂડની માગ વધવાના અનુમાન કર્યા છે, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે..એક તરફ બજારમાં ઓછી સપ્લાયની સ્થિતી બની રહી છે, આવાનાં OPEC તરફથી માગ વધવાના અનુમાનને કારણે ઉછાળો આવતા ક્રૂડ ઓઈલના ભાવ 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા તૂટતા 228ના સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો