Get App

કમોડિટી લાઈવ: ક્રૂડની કિંમતોમાં ઉછાળો, સોના-ચાંદીની ચમક પડી ફીકી

સપ્લાયની ચિંતા વધતા ક્રૂડમાં 3 ટકાનો ઉછાળો, 77 ડૉલરની ઉપર પહોંચ્યા બ્રેન્ટના ભાવ, 9 સપ્તાહની ઉંચાઈએ પહોંચી કિંમતો.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2023 પર 11:35 AM
કમોડિટી લાઈવ: ક્રૂડની કિંમતોમાં ઉછાળો, સોના-ચાંદીની ચમક પડી ફીકીકમોડિટી લાઈવ: ક્રૂડની કિંમતોમાં ઉછાળો, સોના-ચાંદીની ચમક પડી ફીકી
સોના-ચાંદીની ચમક પડી ફીકી, COMEX પર સોનું 1923 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યું, ચાંદીમાં પણ 23 ડૉલરની પાસે જોવા મળ્યો કારોબાર, US મોંઘવારીના આંકડા પહેલા કિંમતો ઘટી.

US મોંઘવારીના આંકડા જાહેર થતા પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, અહીં COMEX પર ભાવ 1923 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 58,680ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

ચાંદીમાં પણ ફ્લેટ ટે નેગેટીવ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 71,182ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં સતત બીજા સપ્તાહે સ્થાનિક બજારમાં નરમાશ જોવા મળી, MCX પર આજે એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં દબાણ બન્યું, તો LME પર પણ મંદીના સંકેતો મળી રહ્યા છે.

ક્રૂડ ઓઈલમાં શરૂઆતી તેજી ઓછી થતા બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે આવતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 74 ડૉલરની નીચે કિંમતો પહોંચતી જોવા મળી, અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના કારણે કિંમતોને નીચલા સ્તરેથી સોપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો