Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી, સોના-ચાંદી ચમકમાં વધારો

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, નબળો ડૉલર અને શોર્ટ કવરિંગનો સપોર્ટ મળતા lme પર કોપરમાં રિકવરી જોવા મળી, પણ સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી

MoneyControl Newsઅપડેટેડ Jul 18, 2023 પર 3:18 PM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી, સોના-ચાંદી ચમકમાં વધારોકમોડિટી લાઈવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી, સોના-ચાંદી ચમકમાં વધારો
OPECને કાચા તેલની માગ વધવાની આશા છે. 2023માં માગ 90000 BPD વધવાની આશા છે. 2024માં માગ 24.4 BPD વધવાની આશા છે.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને સેફ હેવન બાઈંગના કારણે સોનાને સપોર્ટ મળ્યો, comex પર સોનું 1960 ડૉલરના સ્તરની ઉપર નીકળ્યું, તો સ્થાનિક બજારમાં 59,300 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે...આ સાથે જ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા જોઈએ તો, ભારતનો જેમ્સ એન઼્ જ્વેલરી એક્સપોર્ટ જૂન મહિનામાં 39.6% ઘટીને 1.53 બિલિયન ડૉલરની પાસે પહોંચ્યો છે.

ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની તેજી સાથે `75,820ના સ્તરની આસપાસ કિંમતો જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, નબળો ડૉલર અને શોર્ટ કવરિંગનો સપોર્ટ મળતા lme પર કોપરમાં રિકવરી જોવા મળી, પણ સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, ઉલ્લેખનિય છે કે ચાઈનાના નબળા આર્થિક આંકડાઓના કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.

મોટા ઘટાડા બાદ ક્રૂડની કિંમતોમાં ફરી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 78 ડૉલરની ઉપર નીકળ્યા, તો nymex ક્રૂડમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. ઉલ્લખનિય છે કે શોર્ટ કવરિંગ અને અનુમાન કરતા સારા US અર્થતંત્રના આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો