Get App

કમોડિટી લાઇવ: સપ્લાય વિક્ષેપની ચિંતાએ ક્રૂડમાં રિકવરી, નબળા ડૉલરથી સોના-ચાંદીની ચમક વધી

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 1 ટકા વધીને 22 ડૉલરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં 58,934ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2023 પર 12:34 PM
કમોડિટી લાઇવ: સપ્લાય વિક્ષેપની ચિંતાએ ક્રૂડમાં રિકવરી, નબળા ડૉલરથી સોના-ચાંદીની ચમક વધીકમોડિટી લાઇવ: સપ્લાય વિક્ષેપની ચિંતાએ ક્રૂડમાં રિકવરી, નબળા ડૉલરથી સોના-ચાંદીની ચમક વધી
સોના-ચાંદીની ચમક વધી, comex પર સોનું 1924 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યું, ચાંદીમાં પણ 22 ડૉલરની ઉપર નોંધાયો કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશ અને US બોન્ડ યીલ્ડમાં દબાણના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, અહીં, COMEX પર ભાવ 1924 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 58,431ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે સેન્ટ્રલ બેન્કો તરફથી વ્યાજ દરમાં વધારો અને નબળા PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

કિંમતો નીચલા સ્તરેથી 1,910 પ્રતિ ઔંસના સ્તરેથી વધી. નબળા PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ. BoE, BoC, ECB, રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી દરમાં વધારો કર્યો. ગત સપ્તાહે કિંમતો 2% ઘટતી દેખાઈ.

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 1 ટકા વધીને 22 ડૉલરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં 58,934ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, અહીં USના નબળા મેન્યુફેક્ટરિંગ PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, તે સાથે જ બજારની નજર હવે USના જાન્યુઆરી-માર્ચના GDP માટે ત્રીજા અનુમાન પર નજર છે. તો સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો