Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજીનો તરખાટ, સોના-ચાંદીની થઈ ચાંદી-ચાંદી

ક્રૂડમાં તેજીનો તરખાટ. રાતોરાત કિંમતોમાં આવ્યો 1%નો વધારો. નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડથી કિંમતોને મળ્યો સપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 1:35 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજીનો તરખાટ, સોના-ચાંદીની થઈ ચાંદી-ચાંદીકોમોડિટી લાઇવ: ક્રૂડમાં તેજીનો તરખાટ, સોના-ચાંદીની થઈ ચાંદી-ચાંદી
સોના-ચાંદીની થઈ ચાંદી-ચાંદી. નબળા ડૉલર ઈન્ડેકસ અને US ફેડના નિવેદનથી કિંમતને મળ્યો ટેકો.

ક્રૂડ ઓઈલમાં ફરી નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. ક્રૂડની કિંમતોમાં રાતોરાત લગભગ 1%નો વધારો થતો જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 74 ડૉલરને પાર જતી જોવા મળી. તો NYMEXમાં પા ટકાની તેજી જોવા મળી. તો સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

ફેડના આઉટ કમ બાદ નેચરલ ગેસમાં પણ રાતો રાત 3%ની તેજી આવતી જોવા મળી હતી. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 197ને પાર જતી જોવા મળી.

નબળા ડૉલર, બોન્ડ યીલ્ડ અને US ફેડના નિવેદનથી સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં બે ટકાની તેજી સાથે કિંમતો 62400ને પાર જતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં કિંમતો 2000ને પાર જતી જોવા મળી.

સોનાના પગલે ચાંદીમાં પણ તેજી જોવા મળી. વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં કિંતમો પોણા ચાર ટકાની તેજી આવતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો