ક્રૂડ ઓઈલમાં ગઈકાલનો ઘટાડો આગળ વધતા બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નીચે પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 76 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે...ચાઈના અને US તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં દબાણ બન્યું, આ સાથે જ EIAને આ વર્ષે ક્રૂડની માગ 20 વર્ષમાં સૌથી ઓછી રહેવાની ધારણા છે, આ રિપોર્ટની પણ અસર આજે કિંમતો પર દેખાઈ રહી છે...

