Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $84ની નીચે

Solvent Extractors' Association of India થાઈ પામ ઓઈલ ક્રશિંગ મિલ્સ એસોસિએશન સાથે MoU સાઈન કરશે, દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવા MoU સાઈન કરશે, 28મી સપ્ટેમ્બર 2023એ કરશે કરાર.

MoneyControl Newsઅપડેટેડ Aug 29, 2023 પર 12:57 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $84ની નીચેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $84ની નીચે
કમોડિટી લાઇવ: નેચરલ ગેસમાં પણ વોલેટાલિટી યથાવત્ છે, અહીં સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની નરમાશ સાથે 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર ભાવ 1923 ડૉલરના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,960ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે..ઉલ્લેખનિય છે કે આ વર્ષે ફેડ હજી એકવાર વ્યાજ દરમાં વધારો કરે તેવી આશંકાએ સોનામાં સેફ હેવન બાઈંગ વધ્યું, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર નીકળ્યા, તો સ્થાનિક બજારમાં પણ 73,774 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે LME પર કોપરની કિંમતોમાં રિકવરી જોવા મળી, પણ ચાઈનાની GDP ઘટવાની આશંકાએ સ્થાનિક બજારમાં વોલેટાઈલ કારોબાર નોંધાઈ રહ્યો છે.

US અને ચાઈનાનાં અર્થતંત્રના આંકડાઓ પહેલા ક્રૂડની કિંમતોમાં દબાણ બન્યું, બ્રેન્ટમાં 84 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે USના નોન ફાર્મ પેરોલનાં આંકડા આવશે, સાથે જ બુધવારે GDPના આંકડા પર બજારની નજર રહેશે, જે પહેલા ક્રૂડમાં વોલેટાલિટી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે ઉષ્ણકટિબંધીય તોફાન ઇડાલિયાથી ક્રૂડમાં સપ્લાય વિક્ષેપ પણ આવતું દેખાઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો