Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, ક્રૂડમાં 3%નો ઉછાળો

સ્થાનિર બજારમાં બેઝ મેટલ્સમાં આજે પણ મંદી સાથેનો કારોબાર રહ્યો. શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં નરમાશ રહી, તો LME પર કોપરમાં પણ દબાણ બન્યું, અહીં મજબૂત ડૉલરના કારણે કિંમતો ઘટતી દેખાઈ.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2024 પર 1:20 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, ક્રૂડમાં 3%નો ઉછાળોકોમોડિટી લાઈવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, ક્રૂડમાં 3%નો ઉછાળો
US ફેડની મિનિટ્સમાં વ્યાજ દરને લઈ અનિશ્ચિતતાના કારણે સોના-ચાંદીની ચમક ઘટી, COMEX પર સોનું 2042 ડૉલરની પાસે રહ્યું

સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં ગઈકાલના સ્તરેથી comex પર કિંમતો ઘટી છે તેમ છતા શોર્ટ કવરિંગનો સપોર્ટ મળતા 2045 ડૉલરના સ્તરની આસપાસ કારોબાર રહ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 62,730ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી. બજારની નજર હવે આવતીકાલે જાહેર થનાર USના નોન-ફાર્મ પેરોલના આંકડાઓ પર બનેલી છે.

ચાંદીમાં આજે ઘટાડો વધતો દેખાયો, અહીં સ્થાનિક બજારમાં 72,444ના સ્તરની આસપાસ કિંમતો જોવા મળી, પણ વૈશ્વિક બજારમાં કિંમતો લગભગ 2% ઘટીને 23 ડૉલરની નીચે પહોંચતી દેખાઈ, અહીં પણ ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી અને વ્યાજ દરમાં કાપને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.

સ્થાનિર બજારમાં બેઝ મેટલ્સમાં આજે પણ મંદી સાથેનો કારોબાર રહ્યો. શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં નરમાશ રહી, તો LME પર કોપરમાં પણ દબાણ બન્યું, અહીં મજબૂત ડૉલરના કારણે કિંમતો ઘટતી દેખાઈ.

મિડલ ઇસ્ટ તરફથી સપ્લાયની ચિંતા વધતા ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી રાતોરાત 3%ની તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 78 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં અડધા ટકાની તેજી સાથે 73 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે..આ સાથે જ લિબિયાનું શારારા ઓઇલફિલ્ડ જે 3 લાખ bpdનું ઓઈલ ઉત્પાદન કરે છે, તે બંધ થતા, ઓછા ઉત્પાદનની સ્થિતી પણ કિંમતોને સપોર્ટ કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો