એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરામાં સૌથી વધારે 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો, ધાણા અને હળદરમાં પણ નરમાશ યથાવત્ રહેતી દેખાઈ, તો ગુવાર પેકમાં આજે પણ દબાણ બન્યું, સાથે જ કપાસિયા ખોળમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.


એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરામાં સૌથી વધારે 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો, ધાણા અને હળદરમાં પણ નરમાશ યથાવત્ રહેતી દેખાઈ, તો ગુવાર પેકમાં આજે પણ દબાણ બન્યું, સાથે જ કપાસિયા ખોળમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં વધારાના કારણે સોનાની કિંમતો પર ઉપલા સ્તરેથી ઘટાડો આવતા COMEX પર ભાવ 2000 ડૉલરના સ્તરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ નરમાશ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. જોકે સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા સોનામાં મોટો ઘટાડો નથી નોંધાયો.
સોનાને પગલે ચાંદીની કિંમતો પર પણ ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી, તેમ છતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની ઉપર છે, જ્યારે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે અડધા ટકાથી વધુની નરમાશ જોવા મળી હતી.
ચાઈનાના નબળા મેન્યુફેક્ચરિંગ PMI આંકડાઓના કારણે બેઝ મેટલ્સમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો, જ્યાં વૈશ્વિક બજારમાં માગ વધવાની આશાએ શરૂઆતી કારોબારમાં ઝિંકની કિંમતોને સપોર્ટ મળ્યો હતો, પણ ત્યાર બાદ ઉપલા સ્તરેથી નરમાશ પણ બની, અને સ્થાનિક બજારમાં કોપર અને ઝિંકમાં લગભગ પા ટકાથી વધુના ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓ અને વેસ્ટ એશિયામાં દબાણનાં કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો જ્યાં, બ્રેન્ટના ભાવ 87 ડૉલરની પાસે રહ્યા, તો NYMEX ક્રૂડમાં પા ટકાની તેજી સાથે 82 ડૉલરની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે. આ સાથે જ ક્રૂડ પર વર્લ્ડ બેન્કના અનુમાન મુજબ Q4માં ક્રૂડની કિંમતો 90 ડૉલર પ્રતિ bbl રહી શકે છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકા જેટલો ઘટાડો રહેતા કિંમતો 277ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.