Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 221ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 04, 2023 પર 11:28 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબારકોમોડિટી લાઇવ: ક્રૂડમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર
સોના-ચાંદીમાં સુસ્તી સાથે રેન્જ બાઉન્ડ કારોબાર, COMEX પર સોનું 1922 ડૉલરના સ્તરની પાસે રહ્યું, જુલાઈમાં US ફેડ વ્યાજ દરમાં ઓછો વધારો કરે તેવી આશાએ કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ

જુલાઈ બેઠકમાં US ફેડ વ્યાજ દરમાં કાપ ઓછો કરે તેવી આશંકાએ સોનાને સપોર્ટ મળ્યો, અહીં COMEX પર ભાવ 1922 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં `58,304ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ એક રેન્જમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 22 ડૉલરની ઉપર યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં 69,595નાં સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

બેઝ મેટલ્સમાં ફરી એકવાર દબાણ જોવા મળ્યું, અહીં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સાઉદી અરબિયા તરફથી આઉટપુટ કાપના સમાચાર બાદ NYMEX ક્રૂડમાં રિકવરી જોવા મળી, કિંમતો 70 ડૉલરની ઉપર આવી, તો બ્રેન્ટમાં 75 ડૉલરની પાસે કારોબાર યથાવત્ રહેતો જોવા મળી રહ્યો છે. સાઉદી 1 મિલિયલ બેરલ પ્રતિ દિવસનો કાપ ઓગસ્ટ સુધી લંબાવશે અને રશિયા પણ પોતાનું ઓઈલ એક્સપોર્ટ 500,000 bpdથી ઘટાડશે. આ બધા સમાચારના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો