Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $74ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર

US FOMCની બેઠક પહેલા સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર, COMEX પર સોનું 1948ના સ્તરની ઉપર આવ્યું, પણ ચાંદીમાં જોવા મળ્યો 24 ડૉલરની નીચે કારોબાર. બજારને અમેરિકામાં વ્યાજ દર વધારો અટકવાની આશા.

MoneyControl Newsઅપડેટેડ Jun 14, 2023 પર 12:11 PM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $74ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબારકમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $74ની ઉપર, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી રહી

સોનાની કિંમતોમાં આજે પણ વોલેટાલિટી જોવા મળી, અહીં COMEX પર કિંમતો 1948 ડૉલરના સ્તરની ઉપર નીકળી, તો સ્થાનિક બજારમાં 59,340ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે USમાં મે મહિનામાં મોંઘવારી દર ઘટીને 2 વર્ષના નીચલા સ્તરની પાસે પહોંચી, જેના કારણે બજારને હવે વ્યાજ દર વધારો અટકે તેવી આશા બની રહી છે, જેનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં કિંમતો 72,393 રૂપિયાના સ્તરની આસપાસ રહેતી દેખાઈ રહી છે.

US FOMCની બેઠક પહેલા NYMEX ક્રૂડમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું, પણ ચાઈના તરફથી માગ સુધરવાની આશાએ બ્રેન્ટમાં ગઈકાલના મોટા ઘટાડા બાદ કિમતો રાતોરાત 3% વધી 74 ડૉલરની ઉપર નીકળતી દેખાઈ, વાસ્તવમાં ચાઈનાએ પહેલીવાર પોતાના લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે ક્રૂડની માગ વધવાની આશા બની રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબાણ આવતા ભાવ 190ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો