Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $77ની ઉપર, સોના-ચાંદીમાં આજે પણ નરમાશ

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર યથાવત્ છે, અહીં બ્રેન્ટની કિંમતો 76 ડૉલરની ઉપર નીકળતી દેખાઈ, તો nymex ક્રૂડમાં નફાવસુલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 22, 2023 પર 11:27 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $77ની ઉપર, સોના-ચાંદીમાં આજે પણ નરમાશકોમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $77ની ઉપર, સોના-ચાંદીમાં આજે પણ નરમાશ
સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, COMEX પર ભાવ 1940 ડૉલરની નીચે આવ્યા, ચાંદીમાં પણ નરમાશ

નબળી સેફ હેવન બાઈંગના કારણે સોનાની કિંમતોમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે, comex પર કિંમતો 1940 ડૉલરની નીચે આવતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ દબાણ વધતું દેખાયું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્ટોકમાં ઘટાડો, risk appetiteમાં સુધારો અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે lme પર મોટાભાગની મેટલ્સમાં રિકવરી જોવા મળી, પણ સ્થાનિક બજાર તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે lme વેરહાઉસમાં એલ્યુમિનિયમનો સ્ટોક 4,750 ટનથી ઘટ્યો હોવાથી એલ્યુમિનિયમની કિંમતોમાં રિકવરી નોંધાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર યથાવત્ છે, અહીં બ્રેન્ટની કિંમતો 76 ડૉલરની ઉપર નીકળતી દેખાઈ, તો nymex ક્રૂડમાં નફાવસુલીનું દબાણ જોવા મળી રહ્યું છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કામકાજ થઈ રહ્યું છે. અહીં પણ ચાઈના તરફથી ક્રૂડની માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. બજારની નજર આજે આવનાર us ઇન્વેન્ટરીના આંકડાઓ ઉપર બનેલી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો