Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $84ની પાસે, નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી

કોમોડિટી લાઇવ: શુગર પર ફોકસ, મહારાષ્ટ્રમાં ઉત્પાદન 11 ટકા ઘટવાનો પ્રાથમીક અંદાજ, વરસાદના અભાવના કારણે શેરડીનો ઉતારો ઘટવાથી શુગર ઉત્પાદન ઘટી શકે.

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 11:43 AM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $84ની પાસે, નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજીકમોડિટી લાઇવ: ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $84ની પાસે, નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી
કમોડિટી લાઇવ: ગુજરાતમાં વધી રહ્યું છે ઇસબગુલનું ઉત્પાદન, ઉંઝા APMCમાં ઈસબગુલનાં વેપારનો ધમધમાટ જોવા મળ્યો.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દર વધવાની આશંકાએ સોનાની કિંમતોમાં મજબૂતી જોવા મળ્યા, જ્યાં COMEX પર ભાવ 1915 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,750ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાને પગલે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 73,588ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી હતી.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે ઝિંકની કિંમતોમાં મજબૂતી જોવા મળી, જોકે ચાઈનાના મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા પહેલા કોપરમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું, તો સ્થાનિક બજાર તરફથી પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે.

ક્રૂડ ઓઈલમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં બ્રેન્ટમાં કિંમતો 84 ડૉલરના સ્તરની ઉપર પહોચી, તો NYMEX ક્રૂડમાં 79 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુની તેજી દેખાઈ. ઉલ્લેખનિય છે કે ચાઈના તરફથી અર્થતંત્રને સપોર્ટ કરતા પગલાંઓના કારણે ટ્રેડિંગ એક્ટિવિટી સાથે માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો