Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રિકવરી, બ્રેન્ટ $90ની પાસે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર

ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી આવી રિકવરી, બ્રેન્ટના ભાવ 90 ડૉલરની પાસે પહોંચ્યા, વેસ્ટ એશિયામાં તણાવ વધતા કિંમતોને સપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Oct 26, 2023 પર 12:07 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રિકવરી, બ્રેન્ટ $90ની પાસે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબારકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રિકવરી, બ્રેન્ટ $90ની પાસે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર
સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર, USના GDPનાં આંકડા પહેલા COMEX પર સોનું 1989 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યું.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલના નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટમાં ફરી 90 ડૉલરની પાસે કારોબાર પહોંચતો દેખાયો, જોકે USમાં ઇન્વેન્ટરી વધવાના કારણે NYMEX ક્રૂડમાં દબાણ સાથે 86 ડૉલરની નીચે કિંમતો યથાવત્ રહેતી દેખાઈ. ઉલ્લેખનિય છે કે, EIAના રિપોર્ટ મુજબ USમાં ઇન્વેન્ટરી 1.37 મિલિયન bblથી વધતી દેખાઈ, જે બજારના અનુમાન કરતા વધારે છે, જેને કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર સાથે 249ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

આજે આવનાર USના જુલાઈ-સપ્ટેમ્બરના GDP આંકડાઓ પહેલા COMEX પર સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળ્યો, તેમ છતા કિંમતો 1987 ડૉલરની ઉપર રહી, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 60,967ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં પણ ભૌગોલિક તણાવોના કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ પા ટકાથી વધ્યા, તો સ્થાનિક બજારમાં 71,959ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો