Get App

કમોડિટી લાઈવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમક આજે પણ ફીકી

પામ ઓઈલ પર વધ્યું ફોકસ, જૂનમાં કિંમતો 18% વધી, એલ નીનોની અસર અને મલેશિયામાં ઉત્પાદન ઘટવાના સમાચારથી કિંમતો વધીને 6 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી.

MoneyControl Newsઅપડેટેડ Jun 21, 2023 પર 11:46 AM
કમોડિટી લાઈવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમક આજે પણ ફીકીકમોડિટી લાઈવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમક આજે પણ ફીકી
સોના-ચાંદીની ચમક ઘટી, મજબૂત ડૉલર અને સેફ હેવન બાઈંગ ઓછી થતા સોનાની કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી.

US ફેડના ટેસ્ટીમોની પહેલા સોનામાં દબાણ જોવા મળ્યું, અહીં COMEX પર ભાવ 1950 ડૉલરની નીચે રહેતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,857ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લખનિય છે કે મે મહિનામાં US હાઉસિંગમાં વધારો નોંધાયો છે, તો જુલાઈમાં ફેડ વ્યાજ દરમાં 25 bpsનો વધારો કરે તેવા અનુમાન બજાર રાખી રહ્યું છે, જેને કારણે સોનામાં દબાણ વધતું દેખાયું.

ચાંદીમાં પણ દબાણ બન્યું છે, અહીં સ્થાનિક બજારમાં ભાવ 24 ડૉલરની નીચે યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં 70,355 રુપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સની વાત કરીએ તો, એલ્યુમિનિયમ ઇન્સ્ટીટ્યૂટ મુજબ મે મહિનામાં એલ્યુમિનિયમનું ગ્લોબલ આઉટપુટ 3.5% વધ્યું છે, સાથે જ ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ આવતા LME પર મેટલ્સમાં મામુલી રિકવરી રહી, પણ કોપરમાં ફરી દબાણ બનતું દેખાયું, આ સાથે જ ચાઈનાએ 10 વર્ષમાં પહેલીવાર રેટ ઘટાડ્યા છે, પણ અનુમાન કરતા ઓછા ઘટાડાના કારણે મેટલ્સને સપોર્ટ નથી મળી રહ્યો.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં બ્રેન્ટમાં 76 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, પણ ગઈકાલે રાતોરાત કિંમતોમાં 1 ટકાનું દબાણ જવા મળ્યું હતું, જોકે શોર્ટ કવરિંગના કારણે NYMEX ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ..ઉલ્લેખનિય છે કે ચાઈના તરફથી નબળી પડતી માગ અને રશિયા, ઇરાનથી ક્રૂડની વધતી સપ્લાયના કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો