Get App

કમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $83ની પાસે

ક્રૂડનો ઉભરો પડ્યો શાંત, બ્રેન્ટમાં આશરે 2.5%ના ઘટાડા સાથે 83 ડૉલરની પાસે નોંધાયો કારોબાર, USના નબળા PMI આંકડાઓની જોવા મળી અસર.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 12:00 PM
કમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $83ની પાસેકમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $83ની પાસે
કમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં આવ્યો વધારો, COMEX પર સોનું 1920 ડૉલરની ઉપર નીકળ્યું, ચાંદીમાં પણ 24 ડૉલરની ઉપર રહ્યો કારોબાર, ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા કિંમતોને મળ્યો સપોર્ટ.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે સોનાની ચમક વધતી દેખાઈ, જ્યાં, COMEX પર ભાવ 1920 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,815 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. બજારની નજર હવે ફેડ ચેરમેનના ભાષણ પર બનેલી છે.

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર નીકળતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 73,867 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાઈનામાં કન્સ્ટ્રક્શન સિઝન શરૂ થતા અને ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો છે. પણ સાથે US અને યુરોઝોન તરફથી નબળા PMI આંકડાઓના કારણે કિંમતોમાં તેજી એક સિમિત રેન્જમાં જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં ફરી ઉપલા સ્તરેથી દબાણ આવતા બ્રેન્ટમાં 83 ડૉલરની પાસે કારોબાર પહોંચ્યો, આ સાથે જ NYMEX ક્રૂડમાં પણ પા ટકાથી વધુનો ઘટાડો દેખાયો, ઉલ્લેખનિય છે કે ચાઈનામાં સ્લો ડાઉન, US ઇન્વેન્ટરીમાં ઘટાડો, US અને યુરોઝોનના નબળા PMI આંકડાઓની અસર રહેતા ક્રૂડની કિંમતો ફરી તૂટતી જોવા મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો