Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં એક ટકા ઉપરની તેજી સાથે કિંમતો 214 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2024 પર 6:11 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સોનાની તેજીમાં યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 63,337ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા. તો આજે વૈશ્વિક બજાર બંધ હોવાથી કોમેક્સ તરફથી કોઈ સંકેતો નથી પણ વર્ષ 2023માં સોનામાં 13 ટકાના વધારા સાથે રેકોર્ડ હાઈના સ્તર જોવા મળ્યા. ઉલ્લેખનિય છે કે આ વર્ષે ફેડ વ્યાજ દર ઘટાડે તેવી આશાએ સોનાની ચમક વધી છે.

શરૂઆતી કારોબારની તેજી બાદ ચાંદીમાં પ્રોફીટ બુકિંગ જોવા મળી રહ્યું છે. જ્યાં સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે કિંમતો 74337 પર પહોંચતી જોવા મળી.

વધુ સપ્લાય સામે ઓછી માગની ચિંતાએ ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 77 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 71 ડૉલરની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ વર્ષ 2023માં ક્રૂડની કિંમતો 10 ટકા તૂટતી દેખાઈ, જ્યારે વર્ષ 2022માં કિંમતો 10 ટકા વધી હતી. બીજી બાજૂ રિપોર્ટ મુજબ USમાં ક્રૂડનું ઉત્પાદન 13.30 mbpdના રેકોર્ડ સ્તરપ પર પહોંચતું જોવા મળ્યું, પણ સામે નબળી માગના કારણે કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.

નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં એક ટકા ઉપરની તેજી સાથે કિંમતો 214 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો