Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન

ઇથેનોલ બનાવવા માટે મોલાસિસનો ઉપયોગ થાય છે. શેરડીનું મોલાસિસ બાય પ્રોડક્ટ છે. દારૂ અને કાગળ ઉદ્યોગમાં મોલાસિસનો વપરાશ થાય છે. વિશ્વનું સૌથી મોટું મોલાસિસ એક્સપોર્ટર છે ભારત. મોલાસિસના ગ્લોબલ ટ્રેડમાં 25% ભાગેદારી ભારતની છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2024 પર 12:48 PM
કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શનકોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન
1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી ઉત્પાદન ઘટ્યું. ઉત્પાદન 7% ઘટી 148.7 લાખ ટન રહ્યું. હાલ સુધી 15.63 કરોડ ટન શેરડીની વાવણી થઈ.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી માટે ઘણા સમાચાર આવતા દેખાયા, ખાસ કરીને નોન ટ્રેડેડ કૉમોડિટી માટે, જ્યાં નવેમ્બર થી ડિસેમ્બર સુધી ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ ઘટ્યું, તો સરકારે વધુ એક વર્ષ માટે ખાદ્ય તેલ પર ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટને વધારવાની ઘોષણા કરી, આ સાથે જ ઇથેનોલ બનાવવા માટે વપરાતા મોલાસિસ પર પણ સરકારે 50% એક્સપોર્ટ ડ્યૂટીનો સમય પણ 1 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે.

આ સપ્તાહમાં ખાદ્યતેલ પર ફોકસ રહેતુ ખાસ જોવા મળ્યું છે. ઇમ્પોર્ટ નવેમ્બર ડિસેમ્બરમાં 20% જેટલો ઘટયો છે. અને બીજુ ખાદ્યતેલ પરની ઇમ્પોર્ટ ડયુટીની રાહત 1 વર્ષ સુધી લંબાવાઇ છે.

ખાદ્ય તેલમાં કારોબાર

નવેમ્બર-ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ 20%થી વધારે ઘટ્યું. નવેમ્બર-ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ 24.55 લાખ ટન રહ્યું. માર્કેટિંગ વર્ષ 2023-24માં ઇમ્પોર્ટ ઘટ્યું. નવેમ્બર-ઓક્ટોબરથી માર્કેટિંગ વર્ષ શરૂ થાય છે. દેશમાં સનફ્લાવર ઓઈલનું ઇમ્પોર્ટ વધ્યું. નવેમ્બર-ડિસેમ્બરમાં CPOનું ઇમ્પોર્ટ ઘટ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો