આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર વૈશ્વિક પરિબળોની ઘણી અસર જોવા મળી, જેમાં ઘણી સેન્ટ્ર બેન્કો તરફથી વ્યાજ દર વધારવામાં આવ્યા, તો US ફેડના અનિશ્ચિત વલણથી પણ કૉમોડિટીના સેન્ટિમેન્ટ નેગેટીવ થતા જોવા મળ્યા, જ્યાં ક્રૂડ ઓઈલમાં વોલેટાલિટી રહી, તો સોના-ચાંદી અને બેઝ મેટલ્સની સ્થિતી પણ બગડી છે. હવે આવતા સપ્તાહે આ કૉમોડિટીનું આઉટલૂક કેવું રહેશે અને કઈ કૉમોડિટી પર હવે ફોકસ હોવું જોઈએ તે અંગે ચર્ચા કરીશું.

