આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં વોલેટાઈલ કારોબાર જોયો, જ્યાં સોના-ચાંદીની કિંમતો પર ડૉલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવની અસર રહી, તો OPEC+ની બેઠક પહેલા અને USમાં ક્રૂડની ઇન્વેન્ટરી વધવાની અસર ક્રૂડના કારોબારમાં જોવા મળી, જ્યાંરે ચાઈના તરફથી અનિશ્ચિત સંકેતોની અસર બેઝ મેટલ્સે દેખાડી. આ બધાની વચ્ચે પણ ઘણા નિષ્ણાતોએ સોના-ચાંદી અને ક્રૂડ ઓઈલમાં ખરીદદારી કરીને ચાલવાની સલાહ આપી છે.

