Get App

કોમોડિટી રિપોર્ટ: ખરીફ અને રવિ પાકના આઉટલૂક પર ચર્ચા

સપ્ટેમ્બરમાં ભારતો ઓઈલમિલ એક્સપોર્ટ 37.4% વધ્યો. સપ્ટેમ્બરમાં રાઈમિલનો એક્સપોર્ટ 189,213 ટન રહ્યો. એરંડામિલના એક્સપોર્ટમાં પણ વધારો નોંધાયો. સોયામિલ એક્સપોર્ટમાં 383%નો વધારો નોંધાયો.

MoneyControl Newsઅપડેટેડ Oct 27, 2023 પર 12:14 PM
કોમોડિટી રિપોર્ટ: ખરીફ અને રવિ પાકના આઉટલૂક પર ચર્ચાકોમોડિટી રિપોર્ટ: ખરીફ અને રવિ પાકના આઉટલૂક પર ચર્ચા
ઘઉંના વાવેતર માટે અનુકૂળ વાતાવરણનું અનુમાન છે. પ્રારંભિક ડેટા મુજબ શિયાળું પાકની વાવણી સારી રહેશે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને રવી પાકમાં એક્શન જોવા મળી, જ્યાં જીરામાં ઓલ ટાઈમ હાઈના સ્તરેથી કિંમતોમાં ઘટાડો નોંધાયો, તો ગુવાર પેકમાં પણ સારી એક્શન રહી, આ સાથે જ વરસાદની અછતના કારણે ખરીફ પાકનું આઉટલૂક નબળું પડતું દેખાઈ રહ્યું છે...આવામાં હવે ઓવરઓલ એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહેશે તે અંગે જાણીશું.

રવિ પાકની સ્થિતી

ઘઉંના વાવેતર માટે અનુકૂળ વાતાવરણનું અનુમાન છે. પ્રારંભિક ડેટા મુજબ શિયાળું પાકની વાવણી સારી રહેશે. નીચા MSP વધારાને કારણે ચણા માટે ચિંતા છે. રાઈ, જુવાર અને મકાઈની વાવણીમાં વધારો જોવા મળી શકે છે. 20 ઓક્ટોબર સુધી રવિ પાક હેઠળનો કુલ વિસ્તાર 22.53 લાખ હેક્ટર નોંધાયો છે. ગત વર્ષે 21.87 લાખ હેક્ટરમાં થઈ હતી રવિ પાકની વાવણી છે. અનુકૂળ આબોહવાના કારણે આ વર્ષે વાવણી વધવાની આશા છે.

કઠોળમાં એકંદરે વાવણીનો વિસ્તાર 3.71 લાખ હેક્ટર ઓછો છે. ચણાના વાવેતરમાં ઘટાડો જોવા મળી શકે છે. તેલીબિયાંનું વાવેતર 12.93 લાખ હેક્ટરે પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ બાદ રાજસ્થાનમાં સૌથી વધુ વાવેતર વિસ્તાર છે. ખેડૂતો ચણાને બદલે ઘઉંની ખેતી તરફ વળી શકે છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઘઉંની વાવણી શરૂ થવાના અનુમાન છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો