Get App

કોમોડિટી રિપોર્ટ: અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન

ખુલ્લા બજારમાં સરકાર ચણા વેચશે. સરકાર 10 લાખ ટન ચણાનું વેચાણ કરશે. દેશના બજારોમાં કિંમત MSPની ઉપર નીકળી છે. સરકાર ચણાની કિમતો ઓછી કરવા ઇચ્છે છે. ચણાની MSP ₹5335 ક્વિંટલ નક્કી છે. કુલ કઠોળ ઉત્પાદનમાં ચણાનો 50% ભાગ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 12:13 PM
કોમોડિટી રિપોર્ટ: અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાનકોમોડિટી રિપોર્ટ: અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન
કોમોડિટી રિપોર્ટ: કઠોળની વધતી મોંઘવારી રોકવા કેન્દ્ર સરકાર તરફથી ઘણા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અલ-નિનોની ક્યાં પાક પર કેટલી અસર રહી

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને અલ નિનોની અસર રહેતા મોટાભાગના પાકને નુકસાન થયું છે, તો સાથે જ કઠોળની વધતી મોંઘવારી રોકવા કેન્દ્ર સરકાર તરફથી ઘણા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અલ-નિનોની ક્યાં પાક પર કેટલી અસર રહી, વાવણીની સ્થિતિ કેવી છે અને ખાસ કરીને આગળ હવે ચણાનું આઉટલૂક કેવું રહેશે તે જાણીશું.

વરસાદ પર અલ-નીનોની અસર?

જુનમાં વરસાદ ઓછો હતો. જુલાઇમાં વધારે વરસાદ થયો અને ઓગષ્ટમાં વરસાદ 40% ઓછો થયો. રાજ્ય પ્રમાણે જોઇએ તો વરસાદનુ ડિસ્ટ્રીબ્યુશન બરાબર નથી. શ્રાવણનો મહિનો વાવાણીનો સમય હોય છે. સ્કાયમેટનુ કહેવુ છે કે ઓગષ્ટમાં તો વરસાદથી સંભાવના નથી.

વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લામાં ધરતીપુત્રોની ચિંતા બેવડાઇ છે. એક તરફ વસાદનાં રિસામણા અને બીજી તરફ મગફળીમાં મુંડાનાં કહેરથી જગતનો તાત ચિંતાતુર બન્યા છે. ધારી તાલુકાના સરસિયા ગામમાં મગફળીના પાકમાં મુંડાએ મોકાણ સર્જતા ખેડૂતો માથે ઓઢીને રોવાના વારો આવ્યો છે. મગફળીમાં મુંડા નામનો રોગ આવતા પાક સુકાઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો