Get App

Dhanteras 2023: આ વખતે ચુકતા નહીં, સાવ સસ્તામાં સોનું ખરીદવાનો સોનેરી મોકો

Gold Rate: દેશમાં લોકો સોનાની ખરીદીને ખૂબ જ શુભ માને છે. દેશના લોકોમાં પણ સોનું ખરીદવાની ઘણી પરંપરા જોવા મળે છે. અત્યારે ડિજિટલ સોનું ખરીદવાનું ચલણ પણ ઘણું વધી ગયું છે. તહેવારોમાં ડિજિટલ સોનું ખરીદીને તમે સારું એવું વળતર મેળવી શકો છો. ફિજિકલ ગોલ્ડ સમય સાથે તેનું વેલ્યું ઓછી કરે છે, જ્યારે ડિજીટલ ગોલ્ડ તમને સારું એવું વળતર આપી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 18, 2023 પર 12:11 PM
Dhanteras 2023: આ વખતે ચુકતા નહીં, સાવ સસ્તામાં સોનું ખરીદવાનો સોનેરી મોકોDhanteras 2023: આ વખતે ચુકતા નહીં, સાવ સસ્તામાં સોનું ખરીદવાનો સોનેરી મોકો
Gold Rate: ડિજીટલ ગોલ્ડ તમને સારું એવું વળતર આપી શકે છે.

Gold Rate: આપણાં ત્યાં વાર તહેવારે સોનુ ખરીદવાનો રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. એ બહાને લોકો એક પ્રોપર્ટી એક સંપત્તિ પોતાના સંતાનો માટે ખરીદીને રાખે છે. જે એમને આગળના જીવનમાં કામ લાગે. પહેલાં બેંકો નહોંતી ત્યારે લોકો સોનું ખરીદીને ઘરે મુકી રાખતા હતા. જોકે, એ વસ્તુ આજે પણ પ્રચલિત છે. આજે પણ તહેવારોની સિઝન આવતા જ લોકો સોનું ખરીદવા જતા હોય છે. ત્યારે શું તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો....તો આ સમય એના માટે બેસ્ટ છે. ખાસ કરીને તહેવારો દરમિયાન સોના-ચાંદીની ખરીદીને ખુબ જ શુભ માનવામાં આવે છે. લોકો ધનતેરસ પર પણ સોનું ખરીદે છે, પરંતુ આ દિવસોમાં સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો છે. આવી સ્થિતિમાં ડિજિટલ ગોલ્ડને ફેરવી શકાય છે. અત્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60 હજાર રૂપિયાની આસપાસ છે.

ધનતેરસ પર સોનાની ખરીદી

પહેલા લોકો ફિઝિકલ સોનું ખરીદતા હતા પરંતુ હવે ડિજિટલ ગોલ્ડનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. લોકો ડિજિટલ સોનું ખરીદવા તરફ પણ આકર્ષાઈ રહ્યા છે. તે જ સમયે, લોકોને ડિજિટલ સોનું ખરીદવાના ઘણા ફાયદા પણ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો તમે આ ધનતેરસ પર ડિજિટલ સોનું ખરીદો તો તમને શું ફાયદો થઈ શકે છે.

જાણી લો ડિજિટલ સોનાના ફાયદા

બધા સમાચાર

+ વધુુ વાંચો