Gold Rate Today: સોનાના ભાવમાં સતત આવી રહી તેજીને આજે બ્રેક લાગી છે. ગઈકાલે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 64,000 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ આજે 63,980 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 63,530 રૂપિયા પર પહોંચી ગયો હતો, આજે તે 62,880 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના રેટ 79,200 રૂપિયા પર છે. દેશમાં લગ્નની સીજન શરૂ થઈ ગઈ છે અને ડિમાન્ડ વધવાને કારણે ગોલ્ડની કિંમતોમાં હલચલ જોવા મળી રહી છે.

