Gold Rate Today: સોનાના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. આજે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 63,820 રૂપિયા પર હતો. દિલ્હી એનસીઆરમાં સોનાનો ભાવ 63,100 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 79,500 રૂપિયા પર છે. દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને ડિમાન્ડ વધવાને કારણે ગોલ્ડની કિંમતોમાં તેજી આવા લાગી છે.