Gold Rate Today: આજે સપ્તાહના બીજા દિવસે મંગળવારે સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. દેશભરમાં 10 ગ્રામ સોનાની કિંમત માત્ર 59,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 59,130 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 54,200 રૂપિયા છે. આજે ચાંદીના ભાવમાં વધારો થયો હતો. આજે ચાંદી રૂપિયા 73,500 પર છે. ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે.

