Gold Rate Today: આજે દેશમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. દેશના 12 મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 60,200 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગઈકાલની સરખામણીએ આજે સોનાનો ભાવ 50 રૂપિયાથી 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ગયો છે. એક કિલો ચાંદીનો ભાવ માત્ર 74,800 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવ આજે સપાટ રહ્યા હતા.