Gold Rate Today: સોનાના ભાવમાં આજે મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. ઝવેરી બજારમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ 40 રૂપિયાથી 100 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 61,790 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આજે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 62,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 76,000 રૂપિયા પર છે.

