Tomato Price Hike: તમિલનાડુના સહકારી, ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના પ્રધાન પેરિયાકરુપ્પને જણાવ્યું હતું કે ભાવ પર લગામ લગાવવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. આ સાથે મંત્રીએ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. એક પ્રકાશનમાં, મંત્રીએ કહ્યું, "ભાવને કંટ્રોલ કરવા માટે, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનની સલાહ પર, ટામેટાં ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ (FFOs) પર વેચવામાં આવશે, જે સહકારી વિભાગ હેઠળ કાર્યરત છે."

