મુંબઈમાં આ દિવસોમાં સ્વિટ્ઝર્લેન્ડથી આવેલી એક છોકરી તેના માતા-પિતાને શોધી રહી છે. વર્ષ 1998માં સ્વિટ્ઝર્લેન્ડના એક નાગરિકે તેને દત્તક લીધી હતી. ત્યાર બાદથી તે ત્યાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે 6 વખત મુંબઈ આવી અને તેના પરિવારને શોધી રહી છે. આ દરમિયાન તેને એવી જાણકારી મળી, જેનાથી પગ નીચેથી જમીન સરકી ગઈ.