Abu Dhabi Hindu: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. અબુધાબીમાં પથ્થરથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે. ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદી અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા વિવિધ ધર્મના લોકોને મળ્યા હતા. વડાપ્રધાન મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા, જ્યાં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ મંગળવારે UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને અબુ ધાબી મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. પીએમએ કહ્યું કે આ ભારત પ્રત્યેની તેમની લાગણી દર્શાવે છે.