Ayodhya Ram Mandir: રામલલાના ચહેરાની અદભુત અને સંપૂર્ણ તસવીર સામે આવી છે. જેમાં રામલલાના માથા પર મુગટ છે અને હાથમાં ધનુષ અને બાણ છે. મૂર્તિને ફૂલોના માળા અને ઝવેરાતથી શણગારવામાં આવી છે. આ પ્રતિમામાંથી આસ્થા અને આધ્યાત્મિકતાની ઝલક સ્પષ્ટ દેખાય છે. જે રામ ભક્તોને પહેલી નજરે જ આકર્ષે છે. ભગવાન રામના કપાળ પર લગાવેલું તિલક સનાતન ધર્મની મહાનતા દર્શાવે છે.