Ayodhya Railway Station: અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાયું છે. રેલવે સ્ટેશન હવે અયોધ્યાધામ તરીકે ઓળખાશે. રેલવેએ બુધવારે મોડી સાંજે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ જાહેર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.