Get App

Brendon McCullum: "બૈજબૉલના જનક"એ છેલ્લી ટેસ્ટમાં બનાવ્યો હતો મહારિકૉર્ડ... આજ સુધી કોઈ નથી તોડી શક્યું

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે તેની છેલ્લી ટેસ્ટ મેચમાં એક રેકોર્ડ બનાવ્યો હતો, જે અત્યર સુધી નથી તૂટ્યો. મેક્કુલમે ઑસ્ટ્રેલિયા સામે 54 બોલ પર સદી ફટકારી હતી. મેક્કુલમને મે 2022માં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2024 પર 2:28 PM
Brendon McCullum: "બૈજબૉલના જનક"એ છેલ્લી ટેસ્ટમાં બનાવ્યો હતો મહારિકૉર્ડ... આજ સુધી કોઈ નથી તોડી શક્યુંBrendon McCullum: "બૈજબૉલના જનક"એ છેલ્લી ટેસ્ટમાં બનાવ્યો હતો મહારિકૉર્ડ... આજ સુધી કોઈ નથી તોડી શક્યું

ક્રિકેટ ઈતિહાસમાં 20 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખાસ છે. આઠ વર્ષ પહેલા એટલે કે 2016માં આ દિવસે ન્યૂઝીલેન્ડના તત્કાલિન કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે તેની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. ક્રાઈસ્ટચર્ચમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી તે મેચમાં મેક્કુલમે માત્ર 54 બોલ પર સદી ફટકારી હતી, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી ઝડપી સદી હતી.

મેક્કુલમે મિસબાહ-રિચર્ડ્સને પાછળ છોડી દીધા

બ્રેન્ડન મેક્કુલમનો તે રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી. મેક્કુલમે ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સ અને પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હક દ્વારા 56 બોલ પર બનાવેલો સદીનો રેકોર્ડ તોડ્યો હતો. આ જ મેચમાં મેક્કુલમે એડમ ગિલક્રિસ્ટનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. મેક્કુલમે તેની ટેસ્ટ કારકિર્દીમાં 107 સિક્સર ફટકારી હતી. જોકે મેક્કુલમનો સિક્સરનો રેકોર્ડ આગળ જઈને બેન સ્ટોક્સે તોડી નાખ્યો હતો. સ્ટોક્સે અત્યાર સુધી 100 ટેસ્ટ મેચમાં 128 સિક્સર ફટકારી છે.

બ્રેન્ડન મેક્કુલમે માત્ર 54 બોલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ફટકારી હતી. મેક્કુલમ તે ઇનિંગ્સમાં 145 રન બનાવીને આઉટ થયો હતો. જેમ્સ પેટિસને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. 145 રનની ઈનિંગમાં તેણે 21 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જો કે, મેક્કુલમને યાદગાર વિદાય મળી ન હતી કારણ કે ઑસ્ટ્રેલિયન ટીમ તે મેચ સાત વિકેટે જીતવામાં સફળ રહી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો