શિયાળાની ઋતુ હોવા છતાં આ વખતે અપેક્ષા મુજબ ઠંડી પડી નથી. પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આશંકા છે ત્યારે હૃદયના દર્દીઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકના કેસમાં 15 ટકાનો વધારો થતાં લોકોએ સાવચેતી એ જ શાણપણ છે એવો મંત્ર અપનાવવો પડશે. ઉપરાંત, તબીબી નિષ્ણાતો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીની સમસ્યાવાળા લોકોને ઠંડા પવનો ફૂંકાય ત્યારે સવારે ચાલવાનું ટાળવાની સલાહ આપી રહ્યા છે.