COVID-19 In India: દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાના અનુસાર, ભારતમાં ગુરુવારે 594 નવા કોવિડ -19 સંક્રમણના કેસ નોંધાયા છે. જેનાથી એક્ટિવ કેસની સંખ્યા 2311થી વધીને 2669 થઈ ગઈ છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય મંત્રાલયે સ્ક્રીનીંગ અને સર્વેલન્સ કરવાની એડવાઈઝરી રજૂ કરી છે, જેમાં તમામ રાજ્યોને સ્ક્રીનીંગ વધારવા, ઈન્ફલ્યુએન્ઝા જેવા ગંભીર શ્વસન રોગોના કેસોની તાત્કાલિક રિપોર્ટ કરવા, RT-PCR ટેસ્ટને બદલવા અને જીનોમ અનુક્રમણ માટે પૉઝિટિવ સેમ્પલ એકત્ર કરવા કહ્યું છે.