Cotton candy Ban: જો તમારા બાળકોને પણ કલરફુલ કૉટન કેન્ડી પસંદ હોય તો સાવધાન થઈ જાઓ કારણ કે રંગબેરંગી કૉટન કેન્ડી બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બજારોમાં વાદળી, પીળી, લાલ, લીલી અને ગુલાબી રંગની કૉટન કેન્ડી ખૂબ જોવા મળશે અને એટલું જ વેચાય છે પરંતુ કૉટન કેન્ડીને રંગ આપવા માટે જે કેમિકસનો ઉપયોદ કરવામાં આવે છે તેને રોડામાઇન-બી કહેવાય છે. તે એક ડાઈ કેમિકલ હોય છે જેનું ઉપયોદ કપડાં અને ચામડાના ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે.