Disney Plus: ગયા વર્ષે, Netflixએ પાસવર્ડ શેરિંગ પર કડકતા દર્શાવી હતી અને ઘરની બહારના લોકો સાથે પાસવર્ડ શેર કરવા માટે વધારાનો ચાર્જ લીધો હતો. કંપનીએ વધુ આવક મેળવવા માટે આ પગલું ભર્યું હતું. હવે Netflix ના પગલે ચાલતા Disney Plus એ પણ મોટી જાહેરાત કરી છે. કંપની આગામી કેટલાક મહિનામાં પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરવા માટે એક નવી યોજના અમલમાં મૂકવા જઈ રહી છે.