Pankaj Udhas Death: એન્ટરટેઈનમેન્ટ જગતથી ઘણાં જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લેજેન્ડરી ગાયક પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નાયાબ ઉધાસે સિંગરના મૃત્યુના સમાચાર શેર કર્યા. પોસ્ટમાં તેમણે લખ્યું- ઘણાં જ દુઃખની સાથે અમારે તમને એ જણાવવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, 2024નાં રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 10 દિવસ પહેલાં જ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.