પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આ દરમિયાન સોમવારે શંભુ બૉર્ડર પર ખેડૂત નેતાઓની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો છે. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે.