Extreme Weather: કેલિફોર્નિયામાં હવામાનનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે. દરિયાઈ તોફાનના કારણે પૂર આવ્યું છે. આ સિવાય બરફના તોફાનને કારણે ચારે તરફ બરફનું જાડું થર જમા થઈ ગયું છે. વાતાવરણીય નદીના કારણે દક્ષિણ કેલિફોર્નિયામાં ઘણો વરસાદ પડ્યો હતો. જેના કારણે ત્યાં પૂર આવ્યું હતું. લોંગ બીચ અને લોસ એન્જલસને ભારે અસર થઈ હતી.