PARIKSHA PE CHARCHA 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સૂવાની માત્ર 30 સેકન્ડમાં જ ગાઢ નિંદ્રામાં આવી જાય છે. તેમણે 'સ્ક્રીન ટાઈમ' સામે રીલ્સના વ્યસની વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. નવી દિલ્હીમાં 'ભારત મંડપમ' ખાતે 'પરીક્ષા પે ચર્ચા'ની સાતમી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરતા વડાપ્રધાને કહ્યું કે ઊંઘના સમયને 'સ્ક્રીન ટાઈમ' ખાઈ જાય છે.