Tiger in village: યુપીના પીલીભીતમાં મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી બહાર આવ્યો અને રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો. જ્યારે લોકોએ તેની તરફ જોયું તો તેઓ ચોંકી ગયા. વાઘનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે દિવાલ પર આરામ કરતો જોવા મળે છે. આસપાસ ગામલોકોનું ટોળું એકઠું થયું. જો કે, દિવાલની ફરતે ફેન્સીંગ કરી દેવામાં આવી હતી. જેથી વાઘ કોઈના પર હુમલો ન કરે.