Kutch dates GI tag: કચ્છી ખારેક, કચ્છની ખજૂરની સ્વદેશી જાત, ભારતના પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડ માર્કસ (CGPDT)ના કંટ્રોલર જનરલ તરફથી જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ મેળવનાર ગુજરાતનું બીજું ફ્રુટ બન્યું છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.