Skin Cancer Soap: ત્વચાના કેન્સરની દુનિયામાં એક મોટી શોધ સામે આવી છે. અમેરિકન ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના એક 14 વર્ષના છોકરાએ એવા સાબુની શોધ કરી છે જે ત્વચાના કેન્સર સામે સીધી રીતે લડી શકે છે. હેમેન બેકેલે $25,000નું ભવ્ય ઇનામ જીતવા માટેના પડકારમાં અન્ય નવ લોકો સાથે કોમ્પિટિશન કરીને દેશના ટોચના યુવા વૈજ્ઞાનિકોમાં સ્થાન મેળવ્યું છે. બેકલે, નવમા ધોરણનો વિદ્યાર્થી, કહે છે કે તેના સાબુની કિંમત $10 કરતાં ઓછી હશે. આ સાબુમાં એવા એલિમેન્ટ છે જે ત્વચા-રક્ષણ કરતા કોષોને ફરીથી એક્ટિવ કરી શકે છે, તેમને કેન્સર સામે લડવાની ક્ષમતા આપે છે.